શ્રી વલ્લભભાઈ સવાણી
President
P. P. Savani University

President's Message

સપના ઉગે તો વાવ્યા કહેવાય નહીંતર દાટ્યા કહેવાય…

હું પી. પી. સવાણી યુનિવર્સિટી મા વિદ્યાર્થીઓને તેમના સપનાંના વાવેતર કરવા માટે આમંત્રિત કરુ છુ.

પી. પી. સવાણી યુનિવર્સિટી ની સ્થાપના ગ્રુપની વિચારધારા “સમાજ સાથે દેશ માટે” ના મહામંત્રને ફળીભૂત કરવા માટે આવી છે .

પી. પી. સવાણી ગ્રુપ વર્ષોથી સામાજિક, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સમાજને પ્રદાન કરવામાં અગ્રેસર રહ્યું છે. આ સામાજિક ક્રાંતિની વિચારધારા દવારા ઉચ્ચશિક્ષણમાં રાજ્ય અને દેશનું ઋણ ચૂકવી શકાય તેવા ઉમદા હેતુ થી આ પી પી સવાણી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.

આજના યુવાન ને અભિગમ, જ્ઞાન સાથે ઘડતર મળી રહે તે માટે એક ઉમદા પ્રયતન છે. સાચું શિક્ષણ એ જ કે જે જ્ઞાન ઘડતર અને અભિગમને વિકસિત કરે. આ યુનિવર્સિટીના અનુભવી શિક્ષકગણ અને સંસ્થાની ફિલોસોફી વિધાર્થીઓને આવનાર ભવિષ્ય માટે તૈયાર કરવાની છે. જ્યાં તેઓ જિંદગીમાં સુખ સાથે સફળતા મેળવે.

પી. પી. સવાણી યુનિવર્સિટી એ શિક્ષણ દવારા સમાજ, સમાજ દ્વારા રાજય અને રાજ્ય દ્વારા દેશ ના વિકાસ માં સહભાગી થવા નો એક નાનો પ્રયાસ છે.

આવો સપનાના વાવેતર કરીયે.